સમય છે હજી
સમય છે હજી
રમતગમત તો સાથે રમ્યા
સુગંધ ફૂલોની સાથે શ્વસ્યા,
નદી કિનારે કંકર ફેંક્યા
વડની પાછળ સંતાકૂકડી રમ્યા,
શબ્દો મારા તને મૌન ભાસ્યા
સમય છે હજી,
જો હું વાસ્તવિકતામાં જીવું છું હજી.
યાદોમાં જીવંત રાખવા
થોડું સચ્ચાઈમાં જીવી લે હજી,
ઝૂરવું એથી જીરવવું શીખી લે હજી
લાગ્યું હતું કે તું મને જાણે છે.
છું તારી સમીપે
પણ તું તો યાદને ભાળે છે.
