સંવેદના
સંવેદના
સાનિધ્ય તારું પ્રાથમિકતા મારી.
આંખોના કેમેરામાં કેદ છે હૂંફાળી ભીનાશ.
લગોલગ હોવું પ્રમાણ છે એનું.
પાપણ મીંચીને જો.
હૃદયનો સાદ સંભળાશે તને.
તું જ્યાં પણ હશે મનની ગતિથી પામીશ મને.
પ્રેમ શાશ્વત છે.
મારા હોવા ન હોવાથી પરે છે.
પ્રેમ અને લાગણી એટલી તારી, આ નાજુક હૃદય ભારે થયું.
હું છું..
આ પળની યાદ હંમેશાં તારી સાથે હશે.

