આંસુ
આંસુ
આંખમાંથી એક દિ’ આંસુ ખર્યું,
પાંપણે પૂછ્યું કે લે આ શું ખર્યું ?
ભમ્મરો નીચી નમી ગઈ જાણવાં,
પલક થઈ ગઈ બંધ કે આ શું કર્યું !
કિકી થઈ ગઈ લુપ્ત એને આઘુ કર્યું,
દ્રશ્ય સૌ અદ્રશ્ય અંધારું ઠર્યું,
મન બોલ્યું કે મારો ઉતાર્યો ભાર તે,
ને હદય કહે હું આજ તો નિર્મળ થયું,
શ્વાસ ને અહેસાસ થયો ‘હાસ’નો,
ને હાથ સુધી પહોંચતા તે સમતળ થયું,
હોઠ ને તો સ્વાદ આવ્યો ખારો કૈં,
પણ,ભેંટ માં એ મધુર ક્ષણ દઈ ગયું,
આંખ માંથી એ કદિ આંસુ ખર્યું !
ને પાંપણે પૂછ્યું? કે આ શું ખર્યું ?
