છેલ્લી રાત
છેલ્લી રાત
આપણી એ છેલ્લી રાત હતી,
હા એજ અંતિમ રાત હતી
નથી ઉઠાતું એ આઘાતમાંથી
કે એ અંતિમ મુલાકાત હતી,
મુલાકાતોની કેટલીયે શ્રેણી ભૂલ્યો
યાદ રહી ભીની આંખ હતી
ચાર આંખોમાં ગમગીની
ડૂબી, આંસુની મઝધાર હતી,
પૂર્ણ ચંદ્ર ખીલ્યો હતો માથે
મારે અમાસની રાત હતી
ખળ ખળ વહેતી નદીના લયમાં
ઉદાસ ધડકન દેતી તાલ હતી,
એજ ગુલાબી હોઠ વચ્ચેની
નીકળી વાણી બેજાન હતી
આપેલા વચનો શું પોકળ હતાં ? કે
અંતિમ વચનમાં નકાર હતી,
તારા વિના પણ મારે તો
એજ યાદો ની સૌગાત હતી
આજે પણ ચંદ્ર ખીલ્યો છે
પણ સન્નાટો ને એકાંત હતી.
