ચકલી
ચકલી
એક ચકલી બારીમાં બેસી
ટક ટક કરે
જોઈ એને દિલ મારું
ધક ધક કરે,
જો ખોલું બારી તો
ઊડી જશે
દિલ કરે મારું કે
આવી વસે,
એની ચીંચકારી મનભાવન
આવકાર લાગે
સામે જેવો કરું પોકાર
ડરી ભાગે,
વસવું છે દિલમાં મારા
નક્કી નહીં
વસાવવો છે મને દિલમાં
નક્કી નહીં,
આવો છો રોજ દસ્તક દેવા
દર્શન દેવા
જાણું નહીં મનમાં છે તમારા
ભાવ કેવા,
થાય હિંમત કરી ખોલું બારી
એક વાર
નથી સહેવાતો ખોવાનો ડર
વારંવાર,
હવે તો બારી ખોલી ને જ
બેઠો છું
પધારો દિલમાં આવકાર ધરી
બેઠો છું.

