યશનંત ત્રિપાઠી
યશનંત ત્રિપાઠી
વહેલું થઈ ગયું તારું વહેવું થઈ ગયું મારું !
'હાય આઇ એમ એબી' હું યશવંત ત્રિપાઠી હસ્યો,
હાથ પકડીને કિનારે પાડી અગણિત અમે પગલીઓ,
હજુ ફીફ્થમાં તું આવી ને હું સિકસ્થમાં લો મળ્યો.
ના જાણ્યો શબ્દનો સહાતો સંવેદનાએ બાંધ્યો માળો,
નથી રહી શકતો તુજ વગર હું પ્રથમ મુલાકાતે બંધાયો,
ધીમે ધીમે મને એનામાં વીંટાળતી ગઈ તું 'એબી'
નથી નવલિકા કે રીરાઈટ કરું તું સમજ જિંદગી બેબી.
ફના તુજમાં હું થયો, તુજથી તુજ પ્રેમપાશમાં બંધાયો,
કોલેજ પહેલા શુભ- દિન, શુભ- રાત સંગ સંગ છવાયો,
તે દિવસે પેટમાં "કંઈક" છે. તને લાગ્યું સંગ હરખાયો,
ગાયનેક અચકાયા વગર બોલે 'યુ આર નોટ પ્રેગનન્ટ'
અંચબો ચાર ફાટી આંખે ધબકારો ચૂકી સમજાયો,
'માસ ગ્રોથ છે ટેન્જરીન જેવડો 'મેલિગનન્ટ' ફેલાયો'
સ્ટેજ ફોર કેન્સર છે ગભરાયા વગર આખર જાણ,
કિમો કરે મદદ, ચમત્કાર ઇશ કરે આખર જાણ.
આ ઉલ્ટીઓ આ ખરતાં વાળ આ ઉદાસીમાં મરતાં કૈં બાળ,
ગયો મંદિરે ગયો પબમાં, ફસડાતો ઉબ્કાંમાં ભાળ,
નથી નિદાન ભાવિ નિશ્ચીંત અંધયુધ્ધના તાણ,
શબ્દ વિલોપન મૄત્યુ નિશ્ચીંત મોહમાયા તું જાણ.
તારી ચિંતા મુજ ભાવિની મુજને તારી 'આજની'
હું ને તું વિવશ કે આવી ગયો અરે ! અંત સો સુન !
જીવતો દફનાવ્યો તુજ સંગ રોજ ને કફન તું ઓઢે સૂનમૂન !
હા, વહેલું થઈ ગયું તુજ નું જવું, વહેવું રહી ગયું સંગસંગ મુજનું.

