સત્ય
સત્ય
તું તો કઈ કહેતો નથી,
ને ચાલ હું ધારી પણ લઉં મનગમતું,
પણ,તારી સચ્ચાઈનો પહાડ,
દરેક વાતમાં વચ્ચે આવે છે.
ખબર છે તનેપણ કે,
માત્ર કલ્પનાઓ જ છે આ મનગમતી,
છતાં સત્યને તું હરવખતે,
તારી અને મારી વચ્ચે લાવે છે.
નથી તું સાવ લાગણીશૂન્ય,
કે નથી તારું આ અણગમતું,
જીદ તારી સચ્ચાઈની,
દરવખતે,આપણી વચ્ચે આવે છે.
સત્યનો આગ્રહી તો હું પણ છું,
પણ કલ્પનાઓ જીવનને ધબકતું રાખે છે
એવું સત્ય પણ શું કામનું,
જે હર વખતે લાગણીઓની વચ્ચે આવે છે.
ચાલ આજથી તારા સત્યને 'નિપુર્ણ'
તારી ખાતરજ સ્વીકારું છું
માની લે આજથી હવે,
આપણી વ્યવહારમાં વચ્ચે સત્ય જ આવે છે.
