આખરી મંઝિલ
આખરી મંઝિલ
આમ જીવનમાં સદા એ ખોટ છે,
ઝાંઝવા પાછળ અહીં તો દોટ છે...
જિંદગીમાં મોત આખરી મંઝિલ છે,
એ ખબર પણ છે, છતાયે ભોટ છે...
વાત એ છે, ઝેર પણ પીવું પડે,
આ તરસમાં પણ રૂપાળી ચોટ છે...
ક્યાં નગરને તોરણો બાંધવાં ?
એમનાં વસવાટ ફરતો કોટ છે...
આ દરિયામાં કદી ધીરજ નથી,
છોડને મજધાર તટ પર ઓટ છે...
ઈશ સાથે રોજનો સંવાદ છે,
આશ છે નકદી, ને હાથે લોટ છે...
સત્યની વધઘટ જરા પણ ના કરો,
થાય તો એ જૂઠની લંગોટ છે.
