Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

puneet sarkhedi

Others

4  

puneet sarkhedi

Others

સવારે સવારે

સવારે સવારે

1 min
215


સમાચાર છે એક સવારે સવારે,

ખબર થઈ દફનની મઝારે મઝારે,


કદી પણ નથી એ ગયો ઈશ પાસે,

ફરે હાથ ખાલી બજારે બજારે,


તરસ માત્ર રણ મહી ક્યાં રહી છે ?

સમંદર ફરે છે કિનારે કિનારે,


હતાં કોમવાદી બધા એ સભામાં,

ધરમ પર વધે મત નગારે નગારે,


સ્મરણનેં હવે ચાર કાંધે વળાવો,

અહીં સાંજ પણ છે સહારે સહારે,


વહેવાર સાચો રહ્યોં છે ફરજમાં,

એ અફવા રહી ગઈ ઇશારે ઇશારે,


ચહેરા અહીં 'નિત' બદલાય છે પણ,

અરીસા તો લટકે પ્રકારે પ્રકારે,


Rate this content
Log in