હાથ સરખો જાલજો
હાથ સરખો જાલજો
લાગણી છે હાથ સરખો જાલજો,
યાદ ભીતરમાં અમારી રાખજો,
પાંદડા લીલા થવાનો છે સમો,
આ ખબરને પણ વસંતી માનજો,
હોય છે ક્યાં ઘર, નગર માહે બધા ?
ક્યાંક સહજીવન હશે એ ધારજો,
પાનખરને કોણ બોલાવે અહીં,
વાત ગઢપણની અહીં તો કાઢજો,
શ્વાસમાં સુગંધ રાખી છે ઘણી,
ચેહ પર વિશ્વાસ સાથે બાળજો,
ઉગતી છે એષણા છાની કદી,
સાંજ તું, ક્ષિતિજ હું, એ ઠારજો,
બે જ અંતીમો વચ્ચે છે જિંદગી,
'નિત' જીવનમાં સપન એક ઢાળજો