વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે

1 min

278
વેલેન્ટાઈન ડે તો એક દિવસનો વહેમ હોય છે,
નીત ઉજવતા રહો, તો ખુદાની રહેમ હોય છે.
ઈબાદતમાં ઈશ્કનો રંગ, અલગ હોવો જોઈએ,
ધરીએ ગુલાબ, અને સ્વીકારમાં પરમ હોય છે.
કહો તો, ઉજવી નાખીએ, આ અવસર પાક્કો,
સાદની ઘડીએ, ધા-પડઘા બહુ નરમ હોય છે.
ઉંબરે બેસીને, અવીરત રાહ જોયા કરવાની,
ક્ષિતિજે આથમતી સાંજે કોઈ સનમ હોય છે.
'નિત' પ્રેમના પરીઘમાં, ભીતર ગુચવાતુ રહ્યુ છે,
સંબંધોની રેશમાઈ ડોરને હંમેશા નમન હોય છે.