રમકડું
રમકડું
મારી જિંદગી તારા હાથનું રમકડું,
જ્યારે તારી ઈચ્છા પડી રમી,
લીધું પછી મૂકી દીધું.
મારી લાગણી તારા ઇશારે નાચતું રમકડું,
જ્યારે તે પ્રેમની ચાવી ભરી,
દોડવા માંડ્યું ચાવી પૂરી પડી ગયું.
મારા શ્વાસ તારા આધારિત રમકડું,
તું સાથ રહે ચાલે, સાથ મૂકે,
જીવતી લાશ બની તૂટી જાય,
મારુ રદય તારું રમકડું,
તારા પ્રેમને સહારે સરખું ચાલે,
તું ઈચ્છે ત્યારે ઉભુ રહી જાય એવું રમકડું
