મને સમજાયું
મને સમજાયું
જીવનનું સત્ય હતું ગહન
અણસમજ મનને હવે સમજાયું,
પ્રેરાયો સૌના વિચારોથી,
સારા નરસા વિચારોથી હવે સમજાયું,
મનને બાળી લાચાર બન્યો,
લાગણીનાં સંબંધોથી હવે સમજાયુંં,
ઘેરાયો સંવેદનાઓના શિખરોથી,
હૃદયના મનસૂબાથી હવે સમજાયુંં,
જીવ્યો મનની તરસ છૂપાવી,
જીવનનું ગહન સત્ય હવે સમજાયુંં !
