તમને જાણ્યા છતાં રહ્યાં અજાણ્યા
તમને જાણ્યા છતાં રહ્યાં અજાણ્યા
આંખોથી શરૂઆત થઈ સ્નેહની,
તમે અમને સમજી ગયાં,
મન ભરીને કરીશ પ્રેમ,
મનને અમારા તમે જાણી ગયાં,
નહી હોય કોઈ ફરિયાદ અમારી,
મારા પ્રેમની રીત તમે સમજી ગયાં,
દિલ હોય છે નાદાન,
મારા દિલનાં ધબકાર તમે જાણી ગયાં,
અમે નહી રહી શકીએ તમારા વિના
તમે હતાં જાણતા છતાં અજાણ્યા રહી ગયાં,
ના સમજ હતા અમે,
તમને જાણ્યા છતાં અજાણ્યા રહી ગયાં.