આનંદ થયો
આનંદ થયો




આગમન થયું તારું,
ને મહેક પ્રસરાઈ ધરતીની,
બિંદુઓથી ઉભરાયું વાદળ,
ને ભીંજાયુ શરીર ધરાનું.
ચોમેરથી થયો હાશ,
ને બીજમાંથી નવ પલ્લવ થયો,
છૂટી ગયો સ્નેહ ગ્રીષ્મનો,
ને શ્રુંગાર શિશિરનો થયો.
કળીનું બદલાયુ ભાગ્ય,
ને ફૂલ સમો ઉજાસ થયો,
તારી મહેક ભલે ન સમજી શકે કોઈ,
જગતનો તાત તારી સોડમ ભરતો થયો.
મનની ભીતરમાં હતો વિચાર,
જાણે વર્ષા ના બિંદુ થી સાકાર થયો,
તારા અણસાર વિના હતો નિરાશ,
ને તારા આગમનથી આનંદ થયો.