STORYMIRROR

Bharat Kumar Sharma

Romance

4  

Bharat Kumar Sharma

Romance

તમારી ઉપસ્થિતિ

તમારી ઉપસ્થિતિ

1 min
245

ચોમર હતા ખુશીઓના અજવાળા,

હતી ચોમેર મજાની સ્થિતિ,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


મળ્યો આનંદ મોંઘો,

પણ અંતરની સ્થિતિ દુઃખી હતી,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


આલીશાન ઇમારતોની

રોનક પણ આજે ફીકી હતી,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


આજે બધે હતી મજા,

પણ તમારા વિના અધૂરી હતી,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


મોજ પ્રવાસની મળે ત્યારે,

જયારે હોય બધે તમારી ઉપસ્થિતિ,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


છો મારી સાથે તમે તો હું રહું છું ખુશ,

એ હવે જાણી ગઈ છું,

મારો પ્રવાસ હતો અનેરો,

પણ ન હતી તમારી ઉપસ્થિતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance