બહુ ઓછા છે
બહુ ઓછા છે
ખુલી ને મનની વાત કરી શકાય એવા સંબંધ,
બહુ ઓછા છે....
ખભા પર માથું મૂકીને રડી શકાય એવા ખભા,
બહુ ઓછા છે....
મૌનની ભાષા સમજી શકે એવી આંખો,
બહુ ઓછી છે..
ઘટનાઓ જીવનમાં રોજ બને છે નવી, યાદોમાં સમાવી શકાય એવા પ્રસંગ,
બહુ ઓછા છે....
સાથે ઊભાં રહેવાની વાતો બધા કરે છે, સમય આવે પડખે ઊભાં રહેનારા,
બહુ ઓછા છે....
બહુ ઓછા છે એ વાતનું દુઃખ નથી, કેમકે ઓછા છે પણ લાજવાબ છે.
