આત્મોત્થાન
આત્મોત્થાન
માતા સ્મરે છે આજ અહીં તો
જ્યાં પ્રેમ ઝરણું ઘુઘવાટ કરતું
સ્મૃતિ ઝરે છે ઉર-ઊંડાણ મહીંથી
આંસુ સરે છે મુજ અંતરેથી
માતા તણા એ મમતા ઝરણમાં
સ્નાન કીધું પલભર હજી તો
ત્યાં દેવ રૂઠ્યો મુજ ભાગ્યકાજે
મમતા બની આજ અશ્રુ સરિતા
ઝંખે હ્રદય મિલનની આશ કાજે
ત્યાં અચાનક તાર તૂટ્યો
શ્વાસ ખૂટ્યો દોર તૂટ્યો
પણ દીપ શ્રદ્ધા કેરો ન બૂઝયો
નીરખું તને હું કદીક સ્વપ્ને
સૂણું કદીક ઝંકાર પાયલ તણો
અનુભવું છું સ્પર્શ કદીક ત્હારો
જાગું અરે! ત્યાં એકલતાજ દીસે
સાંભરે આજ તુજ વાત્સલ્ય સરવર
ઝંખે હ્રદય તરવા મહીં એ
મા! જન્મ લીધો કૂખે તારી
માનું અહોભાગ્ય એ જ મારાં
