મને યાદ છે
મને યાદ છે
જે તિથિ વગર થયેલી એની,
એ છેલ્લી મુલાકાત મને યાદ છે,
જે માત્ર મારા માટે હતી એની આંખોમાં,
એ નફરત મને યાદ છે,
જે એના શબ્દોમાં હતો મારા માટે,
એ અણગમો મને યાદ છે,
જે એણે કર્યું હતું મારી લાગણીઓનું,
એ અપમાનમને યાદ છે,
જે કર્યું હતું મને જોઈ એણે ખુશ થવાનું,
એ નાટકમને યાદ છે,
જે થયો હતો એના પર મારા વિશ્વાસનો,
એ ઘાત મને યાદ છે,
હજુય એજ લાગણીઓ તારા માટે છે
મારા મનમાં બસ એટલે જ,
જે તિથિ વગર થઇ હતી તારાથી,
એ છેલ્લી મુલાકાત મને યાદ છે,
જે માત્ર મારા માટે હતી એની આંખોમાં,
એ નફરતમને યાદ છે.

