STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance Tragedy

4  

Heena Pandya (ખુશી)

Romance Tragedy

છેતરાઈ છું.

છેતરાઈ છું.

1 min
1.0K


લાગણીમાં આમ તો હું છેતરાઈ છું.

'ને વગર કીધે ફરીથી જોતરાઈ છું.


આવતા કાતર બનીને કાપવા મુજને,

માપ કાઢી જાય છે, જો વેતરાઈ છું.


ચીતરી જાઓ મને આ આમ ના નાહક,

કે હું ક્યાં સામે પડીને નોતરાઈ છું?


જિંદગી ભર એ મને પણ ભૂલશે નહિ કે,

જેમના ધબકારમાં હું કોતરાઈ છું.


પ્રેમમાં આપી ગયાં જો ઘાવ એવાં કે,

છે "ખુશી" કે એમનાથી ખોતરાઈ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance