સફર આજે પણ યાદ છે
સફર આજે પણ યાદ છે
1 min
215
વીતેલા વર્ષની એ સફર મને આજે પણ યાદ છે,
અવનવા સપનાઓની સવાર,
આજે પણ યાદ છે,
એની તીરછી નજર ને હોઠોની હસી
આજે પણ યાદ છે,
એ કહેતા હું આવીશ !
ને એ આશાએ જીવેેેલી દરેક ક્ષણ
આજે પણ યાદ છે,
એની યાદોમાં પીધેલા જામ ને થયા બેહાલ
આજે પણ યાદ છે,
ને થયા બદનામ ભરમહેફિલે
આજે પણ યાદ છે,
દિલનું દર્દ જાણી કરે વાહ વાહ મારી,
એ મુુશાયરાની શાયર આજે પણ યાદ છે,
એક હતો રાજા ને એક હતી રાણી,
બંને વચ્ચે બસ આજ હતી કહાની
જે આજે પણ યાદ છે,
વિતેલા વર્ષની એ સફર !
