લજ્જા રહી નથી કળિયુગમાં
લજ્જા રહી નથી કળિયુગમાં
લાગ્યો પશ્ચિમી સંસ્કૃતિનો રંગ,
ને વિદેશના લોકોનો સંગ,
લજ્જા રહી નથી કળિયુગમાં,
રહ્યો નથી વહુ-દીકરીમાં ભેદ,
ને વડીલોને તે વાતનું ખેદ,
લજ્જા રહી નથી કળિયુગમાં,
જમાનો આવ્યો છે ટૂંકા વસ્ત્રોનો,
ને લિપસ્ટિક મેકઅપનો,
લજ્જા રહી નથી કળિયુગમાં,
માનવતા મરી પરવારી લોકોમાં,
ને મૂલ્યો વિસરાયા જનમાં,
લજ્જા રહી નથી કળિયુગમાં,
રંગરોગાન કરી ચહેરાને રાખે છે હસતું,
ને દેખાદેખી કરી લાવે છે વસ્તુ,
લજ્જા રહી નથી કળિયુગમાં,
રૂપની પાછળ ગાંડા બન્યા,
ને પોતાના સ્વાર્થમાં તલ્લીન થયા,
લજ્જા રહી નથી કળિયુગમાં,
પ્રેમનાં ચક્કરમાં ફસાય છે,
ને માત-પિતાની આબરૂ ધૂળમાં નાખે છે,
લજ્જા રહી નથી કળિયુગમાં.
