Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirali Shah

Tragedy

4.0  

Nirali Shah

Tragedy

આશરો

આશરો

1 min
301


છે કળિયુગ,

પુનિત માર્ગે જવા,

તારો આશરો.


પરણેલી સ્ત્રી,

જગ કહે સાસરું,

એ જ આશરો.


શોધી રહી હું,

 હકથી રહી શકું,

 એવો આશરો.


છત મળે જો,

 રંકને આભ તળે,

 એ જ આશરો.


દુઃખી મા-બાપ,

વૃદ્ધાશ્રમ ને માને,

સાચો આશરો.


મહેલ નહિ,

મળે મનની શાંતિ,

ગમે આશરો.


ક્યારે મળશે ?

સુરક્ષિત આશરો,

વિધવા સ્ત્રી ને.


Rate this content
Log in