STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational Others

3  

nidhi nihan

Tragedy Inspirational Others

છેલ્લો દિવસ

છેલ્લો દિવસ

1 min
124

આવશે જીવતરનો છેલ્લો દિવસ ત્યારેય આટલા જ ચાહીશ,

કોઈ શર્ત કે બંધનો વિના મુક્ત મને આમજ આખર નિહાળીશ,


નવોદિત સુર્યની લાલિમા પથરાયેલ દર્શાયને છેક સંધ્યાકાળ લગી,

કંઈક એવો સ્નેહનો તાંતણો ઊંડાણે આતમ લગી રોજ બાંધે રાખીશ,


લીલાછમ વૃક્ષ માંથી અમુક પાન આપોઆપ ખરતાં દિઠેને અકાળે,

નડતરરૂપ થૈ કોઈ પંથકે તો છોડીને મોહ ધરીને મૌન ચાલી જાઈશ,


ઝાંકળીયા બુંદો જેવુ બે પળના સંસારમાં સાગર સમ ઉછળવુ છે,

નાવ લંગારી ગમતીલા કીનારે પછી સુનામીના ખૌફને હંફાવીશ,


ભલે મૃગજળ જેવો મળે સંગાથ તારો એ ક્ષણોને સુવર્ણે જડીશ,

સાંજ ઢળતા એક તારા જ નામ સાથે હસતા મોઢે અંતે આથમીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy