STORYMIRROR

Hiten Patel

Tragedy

3  

Hiten Patel

Tragedy

વ્યર્થ વલોપાત

વ્યર્થ વલોપાત

1 min
328

દીકરાની એકમાત્ર ઝંખનાએ 

અને  દિકરી તો ઘરમાં હોવી જ ન જોઈએ 

એવી ઘેલછાએ લાખો, નિર્દોષ, અસહાય

અને ફૂલ સરીખી દીકરીઓને ગર્ભમાં જ 

હત્યાની શૂળી તૈયારી કરાવી 


શૂળીએ ચઢાવનાર પછીથી

એ નિસહાય વૃદ્ધ માતા પિતા 

વૃદ્ધાશ્રમમાં મગરનાં આંસુ સારી 

કહે છે કે 'સોનોગ્રાફી મશીનની શોધ ન થઈ હોત' 


અથવા વાંઝણા રહ્યા હોત તો સારું

પેટે પથ્થર અવતર્યો હોત તો સારુ થાત 

એવો વ્યર્થ વલોપાત લાખો 

વૃદ્ધ અવસ્થામાં પસ્તાઈને કરે છે 


ત્યારે  ઈશ્વરના ન્યાયનાં ત્રાજવાં યાદ આવે છે !

જે હંમેશાં  કર્મોના ફળનો બરાબર હિસાબ 

આ જન્મમાં  જીવતે જીવત ચૂકત કરી આપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy