STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

દીદી સાથે અંતિમ રાત

દીદી સાથે અંતિમ રાત

1 min
152

દીદી સાથેની અંતિમ રાત હતી,

જીવનમાં એની છેલ્લી મુલાકાત હતી,

હોંઠ ચૂપ હતા,

પણ આંખો અનરાધાર હતી,

કહેવું હતું ઘણું,

પણ શબ્દો નો સંગાથ નહોતો,


બસ હાથમાં એનો હાથ હતો,

સવાર થતાં સદાય માટે છૂટી ગયો,

આ યમરાજ આવીને,

મારી સઘળી ખુશી લૂંટી ગયો,


જીવનભર યાદોમાં તડપાવાની,

ભેટ ધરતો ગયો,

લાગ્યું કઈક એવું

જાણે મારાથી મારું કંઇક છૂટી ગયું,

મારું કાચનું હૈયું જાણે તૂટી ગયું,


પૂર્ણ ચાંદ ખીલ્યો હતો આકાશે,

પણ હૈયે અમાસની રાત હતી,

ખળ ખળ વહેતી નદી પણ

ઉદાસ થઈ ગઈ,


હતો ચારે બાજુ શોરબકોર,

ત્યાં સન્નાટો છવાઈ ગયો,

લાગ્યું જાણે ઈશ્વર મારાથી રૂઠી ગયા

જાણે મારું કિંમતી ઘરેણું લૂંટી ગયા,


સાવ ખાલીખમ થઈ ગઈ હું તો,

નથી મારે પાસે કોઈ ખુશી,

નથી કોઈ આશા ઉમ્મીદ,

જાણે મારું સઘળું,

આ યમરાજ લૂંટી ગયો,

બેસહારા બનાવતો ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy