તમે અબોલા કેમ લીધાં હો રાજ
તમે અબોલા કેમ લીધાં હો રાજ
તમ વિના ગમતું નથી,
ને મન મારું માનતું નથી,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
તમ વિના જગ સૂનું-સુનું લાગે,
ને હૈયુ રુદન કરી રાતોમાં જાગે,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
તમ વિના મારો કોઈ નથી આધાર,
ને તમે છો મારો સંસાર,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
મારો પ્રાણ છે તમારી પ્રીતલડી,
ને મારા ઉરને આપે શીતલડી,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
જગની વાતો કાને ધરશો નહિ,
ને મારી પ્રીતને અવગણશો નહિ,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
તમે કારણ મને કહી દો,
ને માફ મને કરી દો,
તમે અબોલા કેમ લીધાં હો રાજ !
