STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Others

3  

Mulraj Kapoor

Tragedy Others

બદલેલો હિસાબ

બદલેલો હિસાબ

1 min
170

લીલી સૂકી જોયા બાદ,

થયો એ થોડો આબાદ,

મનમાં નહીં અવસાદ,

ન સ્વાર્થ તણો ફસાદ,


હાથ ઝાલે ને સાથ આપે,

બની શકે તો દુઃખ કાપે,

ભલું બધાનું એ ચાહે,

દયા ભાવ તેના મન માંહે,


સમય બદલાતો ગયો,

પૈસે ટકે નબળો પડ્યો,

સગા સબંઘી દૂર થયાં,

એકલો એને કરી ગયા,


છતાંય બધાનું વિચારે,

કરેલા ઉપકાર વિસારે,

સાજોમાંદો રહેતો હતો,

કોઈ ને કાંઈ ન કહેતો,


અંતરમાં એ દુઃખી હતો,

પણ જાહેર કદી ન કરતો,

વેદના બધી જ પી લેતો,

ન અફસોસ પણ કરતો,


રાતે પોણા બાર વાગે,

એક નવો દિવસ ઊગે,

તે પહેલા પ્રયાણ થયો 

આકાશે એક તારો ખર્યો,


હિસાબ બદલાઈ ગયો,

દર્દની સીમા લાંઘી ગયો,

ને નિજ રસ્તે ચડી ગયો,

આંખો ભીની કરાવી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy