અધૂરી પ્રીત
અધૂરી પ્રીત
પ્રણય બાગમાં ફૂલ નવા કાંઈ હવે ફાલશે નહીં,
સાચું કહું એના વિના તુજને ક્યાંય ફાવશે નહીં,
હશે ચાહના પછી તો રાત'દિ ફક્ત એ ગુલાબની,
અને દિલ તારો જ વાત તારી કોઈ માનશે નહીં,
મૌનની ભાષા તુજ ખુદા જ એક જાણતો હશે,
શબ્દે શણગાર વિના મહેફિલ તારી જામશે નહીં,
બરબાદ થશે મહોબ્બતની દુનિયાના દ્વાર પર તું,
કોઈ ફરિશ્તા પછી બચાવવા તુજને આવશે નહીં,
જોને તોફાને ચઢ્યો આ સાગર ત્સુનામી લાવવા,
આ નાવ તારી પ્રિત તણી પાછી કોઈ વાળશે નહીં,
કદાચ હશે મશહૂર પ્રેમ તારો ગગનથી ધરા સુધી,
છતાં તુજ ઇશ્કની મઝારે શીશ કોઈ ઢાળશે નહીં,
હશે હજારો સાથ આપવા આજ પ્રેમના પંથે તુને,
એક'દિ કોઈ ખાસ પણ હાથ તારો ઝાલશે નહીં,
દિલ દર્પણમાં 'તૂફાન' નિહાળેલ એ રૂપ કાજ પછી,
જગમાં એ ઝાંખી વિના ચહેરો બીજો ચાલશે નહીં.