કૌશલ્ય
કૌશલ્ય


પહેલા જેવો હવે મળતો મને ક્યાંય આદર નથી,
કારણ શહેર છે મારી પાસે એ ગામનું પાદર નથી,
ખ્વાબો સાચા ઠરે એવું ના મુજ પાસ જાદુ કોઈ,
અને સપના સંતાડે એવી મારી પાસે ચાદર નથી,
પરિશ્રમના જ પગથિયે પહોંચ્યો હું મંજિલ થકી,
ના, નથી પ્રાવીણ્ય પામવાની મારી પાસે દાદર નથી,
આ આંખોમાં દેખાય છે મારી જે રાહત તુજને,
વિરામ છે જરાક અમથો આ તે કંઈ નિંદર નથી,
ધારણ ના બાંધ ખોટું જોઈને આ આબાદી મારી,
છે આંધળું સાહસ આ હકીકતમાં કોઈ મંજર નથી,
છું કુશલ લડવા 'તૂફાન'થી હજી એવો ખડતલ છું,
ડૂબ્યો હું પગભર પાણીમાં એ તે કંઈ સમંદર નથી.