Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Toofan Patel

Romance

4  

Toofan Patel

Romance

મને બહુ જ ગમે છે

મને બહુ જ ગમે છે

1 min
260


હા મને બહુ જ ગમે છે,

મંદમંદ પવને લહેરાતા તારા વાંકડીયા વાળ,

એ તારી જુલ્ફોમાં હાથ પસરાવતાં

જે અહેસાસ થાય છે એનું વર્ણન કરવું પણ,

મારા માટે શક્ય નથી,

કારણ એ મને બહુ જ ગમે છે.


એ ગુલાબી હોઠ પર નિત વહેતો સ્મિત,

જાણે સરીતાના સદાય ખળખળ વહેતા નીર,

લાગે એકપળ જાણે હમણાં જ ચુમી લઉં,

એ તારા ગુલાબની પાંખડી જેવા હોઠને,

બસ એજ તારી મખમલી મુસ્કાન

એ અંદાજ તારો મને બહુજ ગમે છે.


શું કરું વખાણ એ ચાંદને પણ શરમાવે એવા મુખડાના,

હા પ્રિયે તારા ગાલમાં પડતા ખંજન તો

પ્રેમસાગરનો સમંદર હિલોળા મારતો હોય અને,

એમાં પડતા સેલારાથી ઉત્પન થતાં તરંગની અનુભૂતિ કરાવે છે,

એ રસગુલાબી તારા ગાલ,

હા એ મને બહુ એટલે બહુ જ ગમે છે.


એ તારી અણીયાળી આંખ,

પૂર્ણિમાની રાતે શીતળ વેરાતી ચાંદની જેમ,

ધરાને મદહોશ કરતી હોય,

જેમ હિરણક એ ચાંદનીનું રસપાન કરવા,

રાત આખી આંખોમાં કાઢતું હોય,

એમ મને પણ એ તારા નશામાં ડૂબવા માટે,

વિવશ કરતા,મદભર્યા નશીલા નયન

હા પ્રિયે એ મને બહુ જ ગમે છે.


શું કહું વધારે તુજ માટે ?

હુરના નુર પણ જ્યાં ઓછા પડે એ રૂપના કટકા સમ, 

રંભા અને ઉર્વશીના તેજ જ્યાં ઝાંખા પડે,

એ અપ્સરાથી પણ અધિક ઢોળાતું યોવન, 

તુજ હર શબ્દની સાથે દિલના,

હરેક તાર ઝણઝણાટ કરી જાય છે.


અને એ તુજ મુખથી નિકળતા હર બોલ પર,

ઓળઘોળ થવાનું મન થઈ જાય,

એ તારા પ્રેમભર્યા વેણ,

હા પ્રિયે મુજને તું બહુજ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance