STORYMIRROR

Nayan "nayu" Parmar

Tragedy Others

4  

Nayan "nayu" Parmar

Tragedy Others

મારું ગામડુ તારું શહેર

મારું ગામડુ તારું શહેર

1 min
128


મારે ગામડે મંદિર ઝાલર વાગે,

તારી શેરીએ વ્હીસલ કેમ સંભળાય ?


મારે ગામડે ખુલ્લા આકાશમાં તારા ટમટમ થાય,

તારી શેરીએ અંધકારનું અજવાળું કેમ થાય ?


મારે ગામડે લીલોતરી ચાદર પથરાય,

તારી શેરીએ દામરનો કાળાશ કેમ થાય ?


મારે ગામડે દહીં, ધી વલોણાં થાય,

તારી શેરીએ ફૂકરની સિટી કેમ સંભળાય ?


મારે ગામડે માતાનો મહિમા ગવાય,

તારી શેરીએ માતાની લાજ કેમ લૂંટાય ?


મારે ગામડે માણસાઈની ધૂૂૂપ ગુંજે,

તારી શેેરીએ માણસાઈ કેમ ખૂંચે ?


મારે ગામડે વસુધૈવકુટુંબ વખણાય,

તારી શેેરીએ એકાંત આધુનિક કેમ થાય ?


Rate this content
Log in