STORYMIRROR

Rekha Kachoriya

Tragedy Inspirational Others

4.7  

Rekha Kachoriya

Tragedy Inspirational Others

આઝાદી

આઝાદી

1 min
215


ક્યાં છે એ આઝાદ ભારત ?

જેનું સપનું બાપુએ જોયું હતું,

આઝાદી માટે નિજ સુખ ખોયું હતું !


નથી પૂરતાં રોટી, કપડાં ને મકાન,

ટળવળે અહીં ભૂમિ માટે કિસાન,

શું આ જ છે આપણી આઝાદી ?


ચોતરફ છે અન્યાય ને ભ્રષ્ટાચાર,

થાય છે રોજ નારી પર બળાત્કાર,

શું આ જ છે આપણી આઝાદી ?


બાળમજૂરીમાં માસૂમો શેકાય,

કન્યા ભ્રૂણહત્યા રોજ અહીં થાય,

શું આ જ છે આપણી આઝાદી ?


સાચી શ્રદ્ધાંજલિ શહીદોને આપીએ,

ત્યાગ, બલિદાન એમના વધાવીએ,

ચાલો, સૌ આત્મનિર્ભર બનીએ,

સાચાં અર્થમાં સૌ સ્વતંત્ર બનીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy