પડછાયો
પડછાયો


ડંખ મધમાખીનો તર્જની પર સાચવી રાખ્યો છે,
એમ હજુ પણ કેદ એક પડછાયો કરી રાખ્યો છે,
કેડો ન મૂકે શમણાંમાંય તમારો નટખટ પડછાયો,
એટલે જ એને મેં દાબડીમાં સંઘરી રાખ્યો છે,
આયનામાં નથી મળતાં કદી પડછાયાનાં પ્રતિબિંબ,
ઘરની દરેક દિવાલ પર ફોટો તમારો મઢાવી રાખ્યો છે,
સામ-સામે કાંઠે ઝૂરે સદીઓથી બે અધૂરા પડછાયા,
કો'ક વિરહી હૃદયે પુલ આતમનો સંધાવી રાખ્યો છે,
સળગી જાય અક્ષરો સઘળાં બિલ્લોરી કાચમાં,
તીરવાળું દિલ તરુનાં થડ પર કોતરી રાખ્યો છે,
એકાંતમાં વાગોળવા દર્દ અધૂરાં પડછાયાનું,
અલાયદો ઓરડો 'રુહ' માટે સજાવી રાખ્યો છે.