ફાગણ આયો
ફાગણ આયો
રંગબેરંગી રંગોથી ખેલૈયાઓ ખેલે હોળી,
ગાયે ગાન ફાગનાં જુઓ મસ્તાની ટોળી,
ને પછી,
ઝૂમી ઝૂમી ધરતીનાં કણ-કણ બોલે,
ફાગણ આયો........ ફાગણ આયો...
સજ્યાં સોળ શણગાર અલબેલી રાધાએ,
ગોકુળિયાની સાંકડી શેરીમાં પકડી જો માધાએ,
ને પછી,
કંદબ કેરી ડાળે- ડાળો બોલે,
ફાગણ આયો......ફાગણ આયો......
કેસૂડાંનાં કેસરી વારિથી ભીંજાઈ છે રાધારાણી,
ભરી પિચકારી કાનાએ રંગી એને જાણી-જાણી,
ને પછી,
ગોકુળિયાની એક-એક ગોપી બોલે,
ફાગણ આયો..... ફાગણ આયો......
એક રંગ માણસાઈનો ભેળવીએ આ રંગથાળમાં,
મજહબની હર દિવાલોને પ્રેમથી રંગીએ આ હોળીમાં,
ને પછી,
પ્રેમથી હર એક જન-જન બોલે,
ફાગણ આયો..... ફાગણ આયો.