STORYMIRROR

Nena Savaliya

Inspirational

3  

Nena Savaliya

Inspirational

કંઇક ખૂટે છે !

કંઇક ખૂટે છે !

1 min
211

કંઇક ખૂટે છે, તારાં વિના કંઇક ખૂટે છે !


તારાં જેવું જગતમાં કોઈ સર્વસ્વ નથી,

તારાં વાત્સલ્ય રૂપી પ્રેમનો કોઈ અંત નથી.


હંમેશા ચહેરા પર સ્મિત રાખનારી,

બીજાં પર નિરંતર દયા દાખવનારી


મમતાની મૂરત છે તું, લાગણીથી બંધાયેલી ખુબસૂરત છે તું,

તું જ સંભાળેલું હું સંભાળું,જાણે મારામાં વસવાટ કરે તું.


દુઃખ અને સહનશીલતાથી હતી ભરેલી તું,

હવે મારી શક્તિનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત બનેલી તું.


ત્યારે કેવી સર્જાય હતી એ સંકટની ઘડી,

લાગ્યું કે અમારાં કરતાં ઈશ્વર ને તારી વધુ જરૂર પડી.


કેટલું સુરમ્ય હતું એ મા - દિકરીનું મિલન,

પરંતુ ખબર ના રહી કે થઈ જશે ક્ષણભરમાં વિલન.


જતાં જતાં કેટલીય જવાબદારી સોંપતી ગઈ,

જાણે એકબીજાંની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ.


કોઈ વિકલ્પ ના રહ્યો તારો, બસ આટલો જ હતો આપણો સથવારો,

તને કરું પ્રાર્થના એટલી કે હંમેશા ઉપકાર રહે મારા પર તારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational