આશા સ્ત્રીની
આશા સ્ત્રીની
પારખી લે તું લાગણી મારી,
પ્રીતની ભાવના નથી ઝાંખી મારી.
સાથ, સમર્પણ તારા માટે,
નીભાવિશ સ્ત્રી ધર્મ હંમેશા માટે.
બની શકે તો જરા આપી દેજો,
માંગણી મારી છે નાની સરખી.
પ્રેમ આપુ ને પ્રેમ પામુ,
મળે મને લાગણી અપાર તારી.
ખુશીના આસું નીકળે
એવા પ્રેમની છે આશા મારી.