STORYMIRROR

Megha Acharya

Inspirational

3  

Megha Acharya

Inspirational

સ્વપ્નો મારા

સ્વપ્નો મારા

1 min
11.7K

ક્યાં ભાગતા જાવ છો ઓ સ્વપ્નો મારા..!?

જરા થોભી તો જાઓ...

વાયરાના વેગે વધો છો આગળ,

મને સંગાથે તો લેતા જાઓ....


ઈચ્છાઓ છે અઢળક,

સામે ઓછું લાગે છે આ જીવન.....


 ઝંખનાઓનો વરસાદ છે....

અને તકલીફોનું તોફાન પણ....

ક્યાં ભાગતા જાવ છો સ્વપ્નો

જરા થોભી તો જાઓ.....


ભેગી કરી લઉં છું હિંમત,

છતાં ક્યારેક તૂટે છે ધૈર્ય...


પ્રહારોથી થાકેલું મન,

છતાં પણ જુવે છે સ્વપ્ન...

મળશેજ સફળતા એ આત્મવિશ્વાસ જાળવી રાખ્યો છે,

મારી મહેનતથી આ વિશ્વાસ જાગ્યો છે....


ભય નથી હવે કોઈ

નથી નિર્બળતાનો છાયો...


ક્યાં ભાગતા જાવ છો ઓ સ્વપ્નો મારા...

જરા તો થોભી જાઓ.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational