બીજી દીકરી
બીજી દીકરી


પહેલી દીકરીના જન્મને સહુ કોઈ વધાવે,
ને બીજી દીકરીના આગમન ને સમાજ કેમ નકારે ?
પપ્પા અને પરિવારનું ધ્યાન રાખવા,
અને માની મમતા પામવા આવી,
તો સમાજ આ દીકરી ને કેમ નકારે ?
નથી કાંઈ લેવા આવી કે નથી કાંઈ લઈને જવાની
આવી છે માત્ર ૨૦-૨૫ વર્ષ માટે,
તો સમાજ આ અદભુત નારી શક્તિને કેમ નકારે ?
ઘણા બધા કષ્ઠો વેઠીને આવી હોય,
અને થઇ છે મોટી બહેનની સખી,
તો સમાજ આવી અમૃત સમાન દીકરીને કેમ નકારે ?
ઘણા બધા પરિવારો બીજી દીકરીના,
આગમન ને ખૂબ વધાવે ,
તો સમાજ આવી ફૂલ જેવી દીકરીને કેમ નકારે ?
ઘણી બધી પીડા સહન કરી માએ,
દીકરી ને જન્મ આપ્યો હોય;
બિચારીને બીજી આવી એમ કહી,
સમાજ એના માતૃત્વ ને કેમ નકારે ?