ક્યાંથી લાવશો ?
ક્યાંથી લાવશો ?


કર્તવ્ય વગર સુખચેન ક્યાંથી લાવશો;
તમને દુઆ તો મળશે પરંતુ અસર ક્યાંથી લાવશો?
જ્ઞાન તો હશે પરંતુ જ્ઞાન આપવવાળા ક્યાંથી લાવશો;
ટીચર, શિક્ષક કહી શકાય તેવા ગુરુ ક્યાંથી લાવશો?
શંકરની જેમ વિષરૂપી વિષય તો ગોખી લેશો,
પરંતુ વિષયને લોકો સામે વ્યકત કરી શકાય તેવું હુન્નર ક્યાંથી લાવશો?
ચોપડીયું જ્ઞાન તો પ્રાપ્ત કરી લેશો પરંતુ જીવનનું જ્ઞાન ક્યાંથી લાવશો;
જીવનનું જ્ઞાન શીખવવાવાળા આવા ગુરુરૂપી શિક્ષક ક્યાંથી લાવશો?
જીવન તો છેવટે પૂરું જ થવાનું છે પરંતુ;
તેને સાર્થક બનાવે તેવા શિક્ષક કયાંથી લાવશો?