નથી જોઈતો
નથી જોઈતો


પ્રેમ આપવો હોય તો આપો
બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થઇ ગયું
બાકી અમારે લખાણનું કરાર નથી જોઈતું.
જીવન બહુ સરળ જોઈએ છે અમને ;
ખાલી ખોટો મોટો કારભાર નથી જોઈતો
કોઈ અમને સમજે એટલે બહું થઈ ગયું;
બાકી સાબિત કરવાનો કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.
ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલશે અમને પણ ;
દગો દેનાર લુચ્ચો માલદાર નથી જોઈતો.
મોઢા પર બોલતો મિત્ર ચાલશે;
પાછળથી વાર કરનાર સાથી નથી જોઈતો,
ચાર પાંચ જીગરી યાર હશે તો ચાલશે;
આખે આખો દરબાર નથી જોઈતો.
વખાણ કરવા હોય તો સાચી રીતે કરો ;
બાકી કામ કઢાવવા માટે મસ્કા તમારા
અમને નથી જોઈતા.
સાથ નિભાવવો હોય તો સારી રીતે નીભાવો;
બાકી સાથે રહીને તમારી દુશ્મની અમારે નથી જોઈતી.
જે કહેવું હોય એ સ્પષ્ટ કહો
બાકી અમારે એકેય શબ્દ ઉપકારમાં નથી જોઈતો.