"મારાથી નહીં બને"
"મારાથી નહીં બને"
ભીડ સાથે ચાલવાનું, મારાથી નહીં બને,
અને બધાની નકલ કરવી મારાથી નહીં બને.
તું હૃદય મારુ તપાસીને દોસ્તી કરજે દોસ્ત મારી સાથે;
પરંતુ પોતાની જાતને ખોટી શણગારવી મારાથી નહીં બને.
તું ભલે વરસાદને નિહાળજે ઘરમાં બેસીને દોસ્ત,
પરંતુ કોરે કોરું રહી જવું મારાથી નહીં બને.
આપણે જુદા થવાનું મંજુર છે દોસ્ત ,
પરંતુ કાળજેથી કાપવાનું મારાથી નહીં બને.
તું કદાચ ભરોસા અને પ્રેમની વાતો જાણવા લાગ્યો હશે,
પરંતું તને તે સમજાવવું મારાથી નહીં બને.
