પ્રેમ
પ્રેમ


કામ કરવામાં ચતુરાઈ જોઈએ,
વાત કરવામાં સહજતા જોઈએ.
હોય કામો લાખ જિંદગીમાં ભલે,
કામ કરવામાં પણ વિશ્વાસ જોઈએ.
આમનમ બેસી રહેવાથી શું મળશે?
મહેનત કરવાથી કંઈક ફળ તો મળશે જ.
વાત કોઈ ભેદીને ના કરો છતાં પણ
સાથે એની જ મિત્રતા જોઈએ.
જે કહે તે વાત સાંભળી લ્યો છો;
પરંતુ સત્ય કહેવા માટે પણ હિંમત જોઈએ.
"પ્રેમ" કરવાથી ક્ષતિ ટાળી શકો,
વાણીમાં થોડી ઋજુતા જોઈએ.