મૃત્યુ ક્યારે
મૃત્યુ ક્યારે
મૃત્યુ કયારે
આપણે ધારીએ ત્યારે ?
ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે,
આજે કે કાલે,
સવારે બપોરે સાંજે કે રાત્રે,
એકથી કરીને બાર વાગે,
સોમવારથી લઈ રવિવારે,
શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષે,
કારતકથી કરી આસો માસે,
જાન્યુઆરીથી લઈ ડિસેમ્બરે,
2023થી આવતા ઘણાં વરસે,
એમાંથી કાંઈક તો હશે,
ટિકિટ તો કન્ફ્રર્મ છે,
પણ લીફાફો બંધ છે,
આપણો હાથ પણ તંગ છે,
સિસ્ટમ આપણી હેંગ છે,
એટલે તો આ સંસય છે.
ચારેકોર ચાલતો જંગ છે,
આશા નિરાશાનો રંગ છે,
સાથે મોહમાયાનો સંગ છે,
આ જીવવાનો એક ઢંગ છે,
પ્રભુપ્રેમનો જેને લાગ્યો રંગ છે,
તેને મૃત્યુ પણ આનંદ પ્રસંગ છે.
