આપણે
આપણે
આપણે જયારે 'આપણે 'હતાં,
સાચે જ આપણે થઈને જીવતા,
ખમતીધર ભલેને ન હતાં,
તોય તેમના જેવા તો માનતા,
થોડામાં પણ સુખ શોધી લેતા,
સંતોષ ભરેલો જીવ રાખતા,
કદથી નાના પડછાયા હતાં,
ઈચ્છા અપેક્ષાઓને વાડા હતાં,
આપણે આજે પણ એ જ છીએ,
વ્યાખ્યા જુદી જુદી કરીએ છીએ.
