અંતરના ઓરડાને પ્રકાશિત કરજે
અંતરના ઓરડાને પ્રકાશિત કરજે
બુરાઈઓ પર કુઠારાઘાત કરજે,
સારા લોકોની તું સોબત કરજે,
લોકોમાંથી બુરાઈ તું દૂર કરજે,
તારાથી જ એની શરૂઆત કરજે,
દુનિયાથી સ્વાર્થીપણું તું દૂર કરજે,
રોજ પરોપકારની તું સોગાત કરજે,
માનવ ગોતી માનવતાની નાત કરજે,
આમ ઉજળી તું તારી જાત કરજે,
ભીતરના વિકારોને તું દૂર કરજે,
અંતરના ઓરડાને પ્રકાશિત કરજે.
