સમજાવી ગયાં
સમજાવી ગયાં
બેસવાથી ધ્યેય મળશે ઊઠ, દબડાવી ગયાં,
કર હિંમત, આગળ વધીને વાત સમજાવી ગયાં,
ધારણા ખોટી પડે દુઃખ થાય સંભળાવ્યું ઘણું, રિવાજોને ભૂલાવી ખુદ જ અપનાવી ગયાં,
ભૂલ સ્વીકારી શરૂ કરજે નવેસરથી અહીં,
આમ ત્યાં હળવાશથી બોલીને મલકાવી ગયાં,
માવઠાં જેવું હતું ત્યાં આગમન ભીંજાય સૌ,
ને હસાવી આમ સઘળો સ્નેહ વરસાવી ગયાં,
બંધ આંખે પણ જગત જોતાં કરી સપનાં ભરી,
ઊંચે ઊડવા આભ આપી હાથ પકડાવી ગયાં,
ભીંત સામે બાથ ભીડી, ચાલ દરવાજો કરી,
ત્યાં નવો રસ્તો બતાવી દિલને ધડકાવી ગયાં,
કાળજું પથ્થર કરી સાંભળ સમજ કરવું શું છે ?
કાળ સામેની લડાઈ ત્યાં જ અટકાવી ગયાં.
