અમીર
અમીર
અમીર બનવાની હોય છે બધાને ચાહ, અમીર બનવાના અરમાન છે
ભૌતિકતાની આજની દુનિયામાં,
અમીર બનવા માટે
જાણે દરેક જણ સભાન છે,
અમીર થઈ ગયા એટલે કે જાણે સમગ્ર દુનિયા થઈ ગઈ આપણી મુઠ્ઠીમાં
એવું પ્રતીત થાય છે જાણે કે
માત્ર અમીરની જ આન, બાન અને શાન છે,
અમીર લોકોનો સાચો ઈતિહાસ,
સામાન્યતઃ આપે છે એ વાતની ગવાહી
અમીરી સાથે સંકળાયેલા છે ઘણા કુકર્મ, ઘણા છુપા પાપના અનુસંધાન છે,
અમીર બનેલા લોકો કંઈ,
નથી મારી નાખતા મોટા મીર
જેનું ઝમીર હોય અમીર, એ જ સાચી અમીરીનું પામે બહુમાન છે,
અમીર થવાની દોડમાં મનુષ્ય થઈ જાય છે થાકીને લોથપોથ ‘સૌરભ’
સાચી હોડ તો છે જાત સંગ, મોડું થઈ જાય છે, જ્યારે આવે સાચું જ્ઞાન છે.
