રણ
રણ
બાગ બગીચા ને લીલા તોરણ,
ખુબ હતું સુંદર વાતાવરણ,
લાગણીઓના વહેતા ઝરણ,
સમયકાળે થયું એનું મરણ,
મારી અંદર બનતું ગયું રણ,
હવે તે મારી અંદર રહે છે,
લીલોતરીના નામથી ડરે છે,
દિવસે સુક્કો ભઠ્ઠ ધખાવે છે,
પવન ઠંડો રાત્રે સૂસવે છે,
દૂર સુધી રેતી જ દેખાય છે,
કદી ઊંટોની વણજાર આવે,
યાદોની પોઠો ભરીને લાવે,
જંગલી બાવળ પ્રેમથી ચાવે,
ડોકું ધુણાવી ઘંટી સંભળાવે,
બે ઘડી મનને આનંદ અપાવે.
