STORYMIRROR

Dr.Pratik Nakum

Drama Tragedy Fantasy

4  

Dr.Pratik Nakum

Drama Tragedy Fantasy

એક પતંગની વિડંબના

એક પતંગની વિડંબના

1 min
23.8K

માણસો કેવું સતાવે છે મને?

હાથ પગ બાંધી નચાવે છે મને...


દોર દૈ છૂટો ચગાવે છે મને ...

બાદ આપસમાં લડાવે છે મને...


મોકળું આકાશ આપી બે ઘડી,

માણસોની વચ્ચે લૂંટાવે છે મને...


પૂંછડી બાંધી કરે છે મશ્કરી,

હાંસીનું પાત્ર બનાવે છે મને...


હોય જાણે સાસરું આકાશમાં,

એમ ધાબેથી વળાવે છે મને...


દોરથી દોરાઉં છું લાચાર થૈ,

માણસો જયાં ત્યાં ઝૂકાવે છે મને.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama